અમદાવાદઃ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસ સામે લડવા ગુજરાત પણ સજ્જ થઈ ગયું છે. આજે ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે અધિકૃત હોસ્પિટલોના નામ જાહેર કર્યાં છે. કોરોના માટે 127 હોસ્પિટલ નક્કી કરવામાં આવી છે અને 635 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓ માટે રીલિઝ કરાયેલા આ યાદીમાં હોસ્પિટલોની સાથે સાથે ડૉક્ટરોના મોબાઈલ નંબરની પણ વિગતો આપવામાં આવી છે