રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
રાજ્યભરમાં 10 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ માર્ચ 2020 માં ધો.10 ની ફાઈનલ બોર્ડની પરીક્ષાઓ આપી હતી. જેનું આજે સવારે 8 વાગ્યે GSEB ની વેબસાઈટ પર પરીણામ જાહેર થતાં વિદ્યાર્થીઓના પરિશ્રમના પરિણામો આવ્યા હતાં. માંડલની શાશ્વત વિદ્યાલયમાં 97.87 % પરીણામ આવ્યું હતું. માંડલની સૌથી મોટી શ્રી મહાત્મા ગાંધી શાળાનું પરીણામ પ્રમાણમાં ખુબજ નબળું આવ્યું હતું આ શાળાનું પરિણામ 27.00 % આસપાસ આવ્યું હતું. જોકે માંડલની મેઘમણી સંસ્કાર ધામ દ્વારા ચાલી રહેલી ઉમિયા પ્રાયમરી સ્કુલનું પરીણામ પણ 86.06 ટકા નોંધાયું હતું. માંડલની ટ્રેન્ટ મેઘમણી શાળાનું પણ પરીણામ સર્વોત્તમ આવ્યું હતું. તેમજ માંડલ તાલુકાની સીતાપૂર, વિઠલાપુર, દાલોદ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના પરિણામ આવતાં આજે તાલુકાના વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો. જોકે માંડલ તાલુકામાં શાશ્વત વિદ્યાલયનું પરીણામે તાલુકામાં ગૌરવ વધાર્યું હતું.