રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
ગતવર્ષ 2019 ના પરિણામ કરતાં આ વર્ષે 5.55 ટકા ઓછુ પરિણામ આવતાં વાલી વિદ્યાર્થીઓમાં નિરાશા
જિલ્લામા 100 ટકા પરિણામ વાળી 9 શાળા જયારે 10 ટકા થી પણ ઓછા પરિણામ વાળી 4 શાળાઓ
રાજ્યમાં ધોરણ 10નું નિરાશાજનક પરિણામ આવ્યું છે. આજે ધોરણ 10નું 60.64 ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સપ્રેડા 94.87 ટકા પરિણામ આવેલ છે. તો સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રૂવાબારીનું 14.09 % આવેલ છે. આજે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત બન્યો હતો જેનું પરિણામ 74.66% આવેલ છે. ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદનું પરિણામ 47.47% આવ્યું છે.
નર્મદા જિલ્લા ના પરિણામ ની વાત કરીએ તો 61.01 ટકા જેટલું નીચું પરિણામ નર્મદા જિલ્લાનું આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 5.55 ટકા જેટલું ઓછું હોઇ વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ચિંતાજનક બન્યુ હતું.2019 ના વર્ષ માં જીલ્લા નુ પરીણામ 66.56 ટકા આવ્યુ હતુ.
નર્મદા જિલ્લામા ધો.10 ની પરીક્ષા માટે 6787 વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાંથી A1ગ્રેડ મા માત્ર 3 વિદ્યાર્થી પાસ થયા છે.A2 ગ્રેડ મા 65, B1 ગ્રેડ મા 237,B2 ગ્રેડ મા 635,C1 ગ્રેડ મા 1465,C2 ગ્રેડ મા 1470,D ગ્રેડ મા 253,E1 ગ્રેડ મા 1380 અને E2 ગ્રેડ મા 1264 વિદ્યાર્થીઓ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે .
નર્મદા જિલ્લા ની શાળાઓના પરિણામ ની વાત કરીએ તો 10 ટકાથી પણ ઓછું પરિણામ લાવનાર 4 શાળાઓ છે જયાંરે 30 ટકા થી પણ ઓછું પરિણામ લાવનાર કુલ 19 શાળાઓનો સમાવેશ થાય છે.જયારે 100 ટકા પરિણામ લાવનારી 9 શાળાઓનો સમાવેશ થાય છે.