અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામના યુવાન પર વુક્ષ પડતાં તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજુલા હોસ્પિટલમાં દાખલ કરાયો

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

વાવેરા થી રાજુલા જઈ રહેલ વાવેરા નો યુવાન અલ્પેશ રાઘવભાઇ ગજેરા તેમના ઉપર રસ્તામાં વૃક્ષ ની ડાળ પડતાં ઘાયલ. તાત્કાલિક ૧૦૮ ને બોલાવતા રાજુલા સીવિલ હોસ્પિટલમાં સારવાર આપી મહુવા રીફર કરેલ. ચોમાસામાં આવી રીતે રાજુલા વાવેરા રોડ ઉપર રસ્તા માં વૃક્ષો અવારનવાર પડતા હોય છે અને ઘણીવાર તો રસ્તો બ્લોક પણ થઈ જાય છે.

આમ ને આમ ચાલતું રહેશે તો જાનહાની થતાં વાર નહીં લાગે આ જાનહાની ની જવાબદાર કોણ? તંત્રની ઘોર બેદરકારી કોઈનો જીવ લેશે કે પછી જીવ લીધા પછી હરકતમાં આવશે તો જેમ બને તેમ વહેલાસર મોટી ડાળો અને નડતા વૃક્ષો હટાવવા આજુબાજુના વિસ્તાર ના લોકો ની માંગ.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *