રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં સૌથી જૂની ગ્રાન્ટેડ સ્કૂલમાં મસમોટી ફી લેવાતી હોવાનું બહાર આવ્યું છે. સામન્ય રીતે સરકાર દ્વારા ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલમાં કોઇપણ પ્રકારની ફી લેવાની હોતી નથી પરંતુ આ સ્કૂલમાં વર્ષોથી ફી લેવામાં આવે છે અને લેવામાં આવેલી ફી ની રસીદ પણ આપવામાં આવતી નથી. એટલે સ્કુલનું ચાલુ વર્ષ પૂરું થવા આવ્યું છતાં પણ હજુ સુધી ફી ની રસીદ આપવામાં ન આવતા મોટું કૌભાંડ આચર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાલીઓ દ્વારા જ્યારે ફી રસીદ ની માગણી કરવામાં આવે છે ત્યારે વિધાર્થીઓ સાથે મોકલાવી આપીશું અને જ્યારે વિધાર્થી દ્વારા જ્યારે રસીદ માંગવામાં આવે છે ત્યારે વાલી સાથે મોકલાવી અપાવાની સ્કીમ આપવામાં આવે છે. આ સિલસિલો વર્ષોથી ચાલી આવ્યો છે પરંતુ શહેરના જાગૃત નાગરિક તેમજ વાલીઓ દ્વારા તપાસ કરતા મસમોટી રકમ દર વર્ષે ચઉં કરી જતાં હોવાનું સામે આવ્યું છે. શાળાના આચાર્ય દ્વારા હજુ સુધી રસીદ બુકો છપાઈ નથી તેવો રાગ આલાપી ને નફટ્ટાઈ પૂર્વક વાલીઓને જવાબ આપી ને પોતાનો રોફ જમાવી રહ્યા હોય એવું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે. વધુમાં સ્કૂલના વિધાર્થીઓ ને આપવામાં આવેલી રસીદ માં તારીખ અને રસીદ નંબર ન દેખાય તેવી રીતે ફાડીને આપવામાં આવે છે જેનાથી કોઈ પુરાવો ન મળે અને આપવામાં આવેલી રસિદમા ધોરણનો ઉલ્લેખ કરવામાં આવતો નથી જેનાથી ઘણી બધી શંકાઓ અને સવાલો ઊભા થયા છે ત્યારે આવનારા સમયમાં આ બાબતે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ થશે કે કેમ?
જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો વિધાર્થીઓ અને વાલીઓને બહું મોટી રાહત મળશે અને શાળાના સંચાલકોને ખોટા ત્રાસથી છુટકારો મળશે ને પ્રજા ના પૈસા તાગડ ધીંગા કરતા સંચાલકોને નાથવામાં સફળતા મળી શકશે.