રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડાના કાબરીપઠાર ગામમાં એક જ ફળીયા માં રહેતા એક વ્યક્તિએ બીજ વ્યક્તિના ઘરને આગ ચાંપી કરી લાખોનું નુકસાન કર્યાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડાના કાબરીપઠાર ગામના પંચાયત ફળીયા માં રહેતા મગનભાઇ દેવજીભાઇ વસાવા આપેલી ફરિયાદ મુજબ ફળિયાના ભરતભાઇ મગનભાઇ વસાવા એ તેમનું ધર નાશ કરવાના ઇરાદે સળગાવી દેતા તેમના ઘર ની તમામ ધરવખરી મળી આશરે રૂ.૧,૫૦,૦૦૦/- નુકશાન કર્યું હતું. પોલીસે મગન ભાઈ ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.