રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગઈ કાલના રોજના રોજ સેલંબાના રહેવાસી કવિતાબેન વિનીતભાઈ જૈનને ડિલીવરી ના કેશમાં રક્તની જરૂરીયાત હતી અને વિરપોર ગામના રહેવાસી કમલેશભાઈ વસાવાના પત્ની ને લોહીની ખૂબ જ જરૂર હતી એ વાતની બજરંગદળના કાર્યકરતા પ્રેમસિંગભાઈ વસાવા ને જાણ થતા તેમના મિત્રો ને જાણ કરી સીસોદ્રા ગામના નિશાંતભાઈ પટેલ ને સંપર્ક કર્યો અને તેઓ એ બ્લડ બેંક મા આવીને રકતદાન કરી તેઓ નો જીવ બચાવ્યો.
આમ આજે નટુભાઈ નાઈ અને નિશાંતભાઈ એ રક્તદાન કરી બંન્ને બહેનો નો જીવ બચાવ્યો.
ડેડીયાપાડા, સેલંબા અને સાગબારા થી આવતા દૂર દૂર ના દર્દીઓ રાજપીપળા સારવાર માટે આવે છે ત્યારે ધણા કેશમાં રક્તની જરૂરીયાત ઉભી થતી હોય છે અને કોઈક સંજોગોમાં એવુ પણ બને છે કે બ્લડબેંક મા રક્ત ની અછત હોય છે ત્યારે રક્તદાતા મળવામા મુશ્કેલી ઉભી થતી હોય છે. આવા સમયમાં રાજપીપળા મા ધણા સંગઠનો ના મિત્રો રકતદાન કરી ને દર્દીઓની મદદ કરે છે અને માનવતા ભર્યું કાર્ય કરે છે.