રિપોર્ટર: ભૂપત સાંખટ
સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલી રઘુવીર સેલિયમ માર્કેટમાં ભીષણ આગ લાગતા શહેરના ૧૫ થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલાયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બહારની તરફ આવેલા એલીવેશનને ઝપેટમાં લીધું હતું જોત જોતામાં આગ બહારની તરફ છઠ્ઠા અને સાતમા માળ ના એલીવેશન સુધી પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના ફાયટરોએ સતત પાણીનો મારો ચલાવતા બે કલાક ની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. માર્કેટની બિલ્ડીંગ સીલ હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ અગાઉ પહેલા પણ આ માર્કેટમાં આગ લાગેલી હતી જે લગભગ 30 કલાકે ઓલવાઈ હતી.