રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
હાલ વરસાદે ખમૈયા કરતા ખેડૂતો દ્વારા હરખભેર વાવણીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને કોરોના વાયરસ પછી થોડી ઘણી છૂટછાટ મળતા હાલ પૂરતું બિયારણ અને ખાતર મળતા થોડી રાહત થઇ છે. ત્યારે વાત કરવામાં આવે તો આપણે બગસરા તાલુકાના મોટામુજીયાસર ગામે ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર હાલ મગફળી, તલ, બાજરી, કપાસ જેવા વાવેતર ખેતરમાં કરી રહ્યા છે. પોતાના ઘરે શુભ, સાથીયા, કરી મોં મીઠું કરીને શ્રી ગણેશાય કરીને ઈશ્વરની સાક્ષી પોતાના ખેતરે આવું નવું વાવેતર કર્યુ છે ત્યારે ઈશ્વર દ્વારા પણ તેમને પૂરતુ વળતર મળે એવી આશા રાખતા હોય છે.