રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
પ્રિ-મોન્સુન એક્ટિવિટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો. સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
હળવદ તાલુકાના ટીકર રણકાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી, ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. ટીકર ગામે સવારથી ધૂપ-છાંપની સ્થિતિ જોવા મળી હતી. બપોર બાદ આકાશમાં કાળા ડિભાંગ વાદળો ઘેરાયા બાદ પાણી વરસવાનું શરૂ થતા વરસાદના જોરને પગલે માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.
હળવદ પંથકના અન્ય ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો માણેકવાડ, રણછોડગઢ, માથક, સુદંરીભવાની, રાયધ્રા સહીત ના ગામા મા વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી, રણકાંઠા વિસ્તારમાં મેધરાજા ની પધરામણી થી ગરમી ત્રસ લોકોને ગરમી થી રાહત મળી હતી.