રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવમાં વરસાદના પ્રારંભમાં જ ગટર લાઈન માટે જે માર્ગો ખોદેલા હતા તેમાંથી વરસાદના કારણે ધૂળ નીકળી જતા ફરી દીવના માર્ગોની હાલત દયનીય બની છે. દીવના મોટાભાગના દરેક માર્ગોમાં ઉંડા ઉંડા ખાડાઓ જોવા મળ્યા જે દીવની જનતાને ખુબજ પરેશાનીનો સામનો કરવો પડશે જેથી દીવ પ્રશાસને આ દરેક માર્ગોની એકવાર વીઝીટ કરી અને માર્ગોની હાલત સુધારવી જરૂરી છે. માર્ગોની હાલત ચિથરે હાલ થતા અકસ્માતો સર્જાવાની પુરી સંભાવનાઓ રહેલી છે.