રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોન વાયરસને મહામારી જાહેર કરેલ છે ત્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન ૩૦ જૂન સુધી લંબાવાયું છે. પરંતુ તેમાં વધૂ છૂટછાટ આપતા કલેકટરે જણાવ્યું કે શાક માર્કેટ જે ત્રણ દિવસ ખુલ્લી રહેતી હતી જે હવે સાતેય દિવસ ખુલ્લી રહેશે. આ ઉપરથી દીવમાં રોજગારી માટે આવતા લોકોના કોવિડ-૧૯ પરિક્ષણ માટે સેમ્પલ લેવાશે. આ ઉપરાંત માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા કલેકટરે ખાસ આદેશ ફરમાવેલ છે.