રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ગઈકાલે તા. ૮ જુનના અમરેલી જિલ્લાના ચિતલ રોડ પર અંધશાળાની સામેના વિસ્તારમાં ૮૦ વર્ષીય વૃદ્ધાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધાનું દુઃખદ અવસાન થયું છે. વૃદ્ધા ૮ દિવસ પહેલા અમદાવાદથી અમરેલી આવ્યા હતા. જિલ્લામાં ૨ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૯ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ ૧૫ પોઝિટિવ કેસમાંથી હાલ ૪ એક્ટિવ કેસ છે.