રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
પીપાવાવ પોર્ટ ની એ.જી.સ નામની ખાનગી કંપની મા કોન્ટ્રાકટર દ્વારા 3 કરોડ નુ ભરાયુ હતુ ટેન્ડર..
ફેબ્રિકેશન નુ ટેન્ડર સ્થાનિક કોન્ટ્રાકટર દ્વારા ભર્યું હતુ.
પી.એસ.આઈ. એ ટેન્ડર ભરનાર ને કહ્યું મારુ ટેન્ડર છે તેમ કહી નાણા ની માંગણી કરી હતી…
કોન્ટ્રાકટર ને પોલીસ સ્ટેશન બોલાવી કરોડો નુ ટેન્ડર લેવા માટે પી.એસ.આઈ. એ દબાણ પણ કર્યું હતુ…
કોન્ટ્રાકટર ભગવાન લાખણોત્રા દ્વારા સમગ્ર મામલે રેકોર્ડિંગ સહિત ના પુરાવા અમરેલી એસ.પી ને આપ્યા..
એસ.પી નિરલિપ્ત રાય એ પી.એસ.આઈ ને સસ્પેન્ડ કરી મરીન પોલીસ સ્ટેશન મા જાણવા જોગ દાખલ કરી..
અમરેલી જિલ્લા પોલીસ બેડામા ખળભળાટ મચ્યો છે.