રાજપીપલા: ડેડીયાપાડા તરફ થી વિદેશી દારૂ લઇ આવતા બે ઈસમો નો પીછો કરતી એલ.સી.બી ટીમને જોઈ બુટલેગરો ભાગી છૂટ્યા.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા

રાજપીપળા દરબાર રોડ પોલીસને જોઈ એક્ટિવા પર જતા બે વ્યક્તિઓ દારૂ ભરેલો થેલો અને ગાડી મૂકી નાસી છૂટ્યા

કોરોનામાં કરાયેલું લોકડાઉન હવે અનલોક થઇ રહ્યું છે ત્યારે છૂટછાટ અને અવર જવર વધતા બુટલેગરો સક્રિય બન્યા છે. નર્મદા એલ.સી.બી પોલીસે ડેડીયાપાડા થી વિદેશી દારૂ લઈને આવતા બે ઈસમોને ઝડપી પાડ્યા પરંતુ બંને ઈસમો ગાડી અને દારૂ ફેંકી ભાગી જતા પોલીસે ગાડી અને વિદેશી દારૂનો મુદ્દામામલ ઝડપી ગાડીના માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દેડીયાપાડા રાજપીપળા રોડ પર થી ખામર ગામ પાસે થી એક્ટીવા મોટર સાયકલ ઉપર બે ઇસમો આગળના ભાગે કંતાનના કોથળામાં ઇગ્લિશ દારૂ મુકીને રાજપીપળા ટાઉન માં જુના કોટ જતા હતા.જે બાબત ની પોલીસ ને બાતમી મળી હતી તેથી નર્મદા એલ.સી.બી પીઆઈ એ.એસ.પટેલ, પીએસઆઇ સી.એમ.ગામીત સહીત ની ટીમ બાતમી ના આધારે દરબાર રોડ પાસે વોચ ગોઠવી હતી પરંતુ આ બંને ઈસમો પોલીસ ને જોઈ જતા પોલીસે પીછો કર્યો છતાં ભાગી ગયા છૂટ્યા હતા ત્યારે ગાડીમાં 9,200 નો વિદેશી દારૂ અને 50 હજાર નું એક્ટિવા મળી રૂ.59,200 નો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે હાલ તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *