રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
રાજપીપળા સંતોષ ચોકડી પાસે ત્રણ દિવસ થી બિમાર અશક્ત ગાય કણસતી રહી તંત્ર અને લોકો તમાશો જોતા રહયા ત્યારે નર્મદા જિલ્લામાં ગૌશાળા કયારે બંધાશે એ મોટો સવાલ
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા મા રખડતાં ઢોરો નો ભારે ત્રાસ છે. રાજપીપળા નગર સહિત સમગ્ર જીલ્લા મા એક પણ ગૌશાળા ન હોય ખાસ કરીને પ્રાણી ઓ જયારે બિમારીમાં સપડાય છે ત્યારે તેને સારવાર આપવી ખુબજ કઠિન થઇ પડતી હોય છે.પશુ દવાખાનુ છે પરંતુ તેની કેટલીક મર્યાદાઓને લીધે તમામ પ્રકાર ની સેવાઓ ઉપલબ્ધ નથી. અને ફરતી પશુ વાન ને પણ કોઈ કોલ કરે ત્યારે આવતી હોય કોઈને કોલ કરવાની પણ ફુરસદ નથી.પણ હા રસ્તે કણસતા જાનવરો ના વિડિઓ બનાવી સોશ્યિલ મીડિયા માં મુકવા નો સમય જરૂર મળે છે.
રાજપીપળા સંતોષ ચોકડી જેવા ભરચક અવર જવર વાળા વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસ થી એક ગાય કણસતી પડી હતી. આ ગાય નો કોઇ માલિક ગાય ની દયનીય હાલત જોઇ ત્યાં ફરક્યો જ નહોતો. ખેર આ ગાય અંગે એનિમલ વેલફેર વાળા ને જાણ થતા એક મહિલા કર્મચારીએ ગાયને સારવાર આપી હતી.પરંતુ ત્રણ દિવસ સુધી કોઈમાં માનવતા ન દેખાઈ..
જોકે આ બાબત ની જાણ પ્રાણી ક્રૂરતા અત્યાચાર નિવારણના મેનેજીંગ કમિટી મેમ્બર આશિક પઠાણ સહિત જીવદયા ની કામગીરી કરતા પ્રેમ વસાવાને થતાં તે ત્યાં પહોંચી ગયા હતાં. અને ત્વરીત પશુદવાખાના ના તબીબ નિરવ,તેમજ ડૉ.રિજવાન સહિત ની ટીમ આવી પહોંચી હતી તેમણે તપાસ કરતા ગાય ને ડાયેરિયા ના કારણે વીકનેસ હોવાનું તેમજ વિપુલ પ્રમાણમાં પ્લાસ્ટીક ખાધુ હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ રાજપીપળા થી આ અશક્ત ગાયને યોગ્ય સારવાર મળી રહે એ માટે વડોદરા જિલ્લાના કરજણ ખાતેની ગૌશાળામા ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.