રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજ્યોની વી.એન.એસ.જી.યુ યુનિવર્સિટીની પરીક્ષા ના નિણૅય પર યોગ્ય વિચારણા કરી ફરીથી વિધાર્થિ ઓના હિતમા માસ પ્રમોશન કરી યોગ્ય નિર્ણય લેવા માંગ સાથે એન.એસ.યુ.આઈ નમૅદા તથા નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટર મનોજ કોઠારી ને આવેદન પત્ર આપવામા આવ્યુ.
જેમાં બહાર ગામ થી આવતા વિદ્યાર્થીઓને રહેવા જમવા તથા નાહવા માં હોસ્ટેલ માં કોરોના નો ચેપ ફેલાય શકે છે તથા સવારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જાય તો બપોરે તેજ બેંચ પર બીજા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તો કોરોના સંક્રમણ ફેલાય શકે અને પરીક્ષા પહેલા દરેક વિદ્યાર્થીઓ કોલેજ બહાર ટોળા થાય ને સંક્રમણ ફેલાય અને ટોળા થાય તો કલમ 144 નો ભંગ કહેવાય તેની જવાબદારી સરકારી તંત્ર ની રહેશે. જેથી અમારી માંગ છે કે આ વર્ષે વી.એન.એસ.જી.યુ તથા બીજી કોલેજોમાં માસ પ્રમોશન આપી પાસ કરવા આવેદન માં જણાવ્યું હતું.જેમાં વી.એન.એસ.જી.યુ નર્મદા પ્રમુખ નિકુંજ વસાવા તથા નાંદોદ વિધાનસભા પ્રમુખ અજય વસાવા તથા એન.એસ.યુ.આઈ ઉપપ્રમુખ મેહુલ પરમાર તથા મિતેશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.