રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
જ્યારે સમગ્ર ભારતમાં કોરોનાનો સંકટ ફાટી નીકળ્યો છે ત્યારે ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો જેવી જગ્યઓને કેન્દ્ર સરકાર દ્વારા બંધ રાખવામાં આવી હતી. ત્યારે હાલમાં લોકડાઉન ચાર પૂર્ણ થઈ અને કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-૧ ની જાહેરાત કરાઇ છે અને અનલૉક-૧ માં ધાર્મિક સ્થળો સહિત વિવિધ સ્થળોને નિયમો સાથે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે અંબાજી મંદિર પણ 12 તારીખના રોજ થી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે અંબાજી મંદિરમાં પણ દર્શનાર્થીઓ માટે સોશ્યિલ ડિસ્ટન્સ,સૅનેટાઇઝર વગેરે જેવી સુવિધાઓ પણ કરવામાં આવી છે લોકો સંક્રમણમાં ન આવે અને એક બીજાને અડ્યા વગર દર્શન થાય અને કોરોનાના સંક્રમણ ને ફેલાતા અટકાવાય તેને લઇ અંબાજી મંદિર ની રેલિંગ લાઈનમાં પણ ગોળ સર્કલ કરવામાં આવ્યું છે અને જગ્યા જગ્યા એ સ્ટીકર મારવામાં આવ્યા છે એટલું જ નહીં આજરોજ અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે ચાવડા અને અંબાજી મંદિરના સ્ટાફ દ્વારા કરાયેલી તમામ વ્યવસ્થાનું ડેમો ચેક કરી યાત્રાળુ કઈ રીતે આવશે કઈ રીતે ટોકન લઈ પ્રવેશ આપવામાં આવશે યાત્રાળુ નું થર્મલ ગન થી ચેકિંગ કરવામાં આવશે વગેરે જેવી વ્યવસ્થાઓનું આજે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર ના વહીવટદાર એસ.જે ચાવડાએ જાતે હાજર રહી અને અંબાજી મંદિરની વિઝીટ કરી અને જ્યાં જરૂર હતી ત્યાં સ્ટાફને સૂચનાઓ આપી અને વધુ વ્યવસ્થા કરવા અંબાજી મંદિરના સ્ટાફ ને સૂચના આપી હતી આ ડેમોમાં અંબાજી મંદિર વહીવટદાર એસ.જે ચાવડા, રજનીકાંત મેવાડા, જી, એલ પટેલ હરદાસ ભાઈ પરમાર સહિત નો મંદિર નો સ્ટાફ હાજર રહી અને વ્યવસ્થાનું ચેકિંગ કર્યું હતું.