રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વિશાળ સફાઇ અભિયાન, વૃક્ષારોપણ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ સંદર્ભમાં, આ વર્ષે લોક ડાઉન ના કારણે, 05 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ પર, એસ.એન.સી.એફ દ્વારા એક વ્યક્તિ, એક છોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં વોલંટિયર્સએ ઘરે રહીને ઘરની આજુબાજુ જુદી-જુદી જગ્યાએ આશરે 53 જેટલા છોડ રોપ્યા હતા. આ સાથે 03 થી 05 જૂન સુધી પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે સોશ્યલ મીડિયાની મદદથી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના વોલંટિયર્સએ અનેક ટૂંકી વીડિયો બનાવી સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના પેજ પર પોસ્ટ કરી હતી. આ વિડિઓઝ પર્યાવરણને બચાવવાનાં રસ્તાઓ અને ઘરમાંથી કચરો સેગ્રિગેટ કરવા ના મહત્વ બતાવે છે. સંત નિરંકારી મંડળ, અમદાવાદ ના જોનલ ઇન્ચાર્જ ના સંગયાન માં સંયોજક, સંચાલક, સેવાદળ શિક્ષકે વૃક્ષારોપણ માં ભાગ લીધો અને વોલંટિયર્સ નું ઉત્સાહવર્ધન કર્યું તથા એસ.એન.સી.એફ.ના પ્રતિનિધિએ સમયાંતરે રોપાઓ રોપ્યા અને સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું. પર્યાવરણને બચાવવા અને લોકોને જાગૃત કરવા માટે, તે જ દિવસે યુટ્યુબ પર સાંજે 6:00 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ઓનલાઇન ઇવેન્ટ યોજાઇ હતી જેમાં ભારતભરના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો અને પર્યાવરણને લગતા ઘણા વિષયો પર ખૂબ અર્થપૂર્ણ ચર્ચા કરી હતી. આ ઓનલાઇન લાઈવ મીટિંગ માં અમદાવાદ થી એસ.એન.સી.એફ.ના ઉપપ્રતિનિધિએ ટીમ નું પ્રતિનિઊધિત્વ કરી ને જણાવ્યુ કે 2019 માં 05 જૂને એસ.એન.સી.એફ અને સમાજ ના અન્ય લોકોએ સાબરમતી રિવરફ્રંટ ઉપર એક સફાઈ અભિયાન ચલાવ્યું હતું જેમાં લગભગ 30 મેટ્રિક ટન કચરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મદદ થી ડંપિંગ યાર્ડ મોકલવા માં આવ્યું હતું. તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું કે ભીનો કચરો અને સુકા કચરો અલગથી એકત્રિત કરવો જોઈએ અને કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓ ઘરના સિંકની અંદર ના વસાવવું જોઈએ અને આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.