વકરતા કોરોના વાયરસને લઈને સરકારે સતર્કતાના આદેશો જારી કર્યા હોવા છતાં ગોધરા નગર પાલિકાના રઢીયાળ તંત્રની હજી ઉંધ નથી ઉંડી ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું હોવા છતાં સાફસફાઈની તસ્દી શુધ્ધા લેવામાં આવતી નથી .છાશવારે તળાવ માં ઉગી નીકળતી જળકુંભ ને લઈ સ્થાનિક રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે તળાવ ની સાફસફાઈ હાથ ધરાય તે જરૃરી બન્યું છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મધ્યમાં રામસાગર તળાવ આવેલું છે.આ તળાવના નામમાં ભલે રામ હોય અને સાગર શબ્દ મળી તેનો અર્થ ભલે રામસાગર થતો હોય પણ અહીં પરીસ્થિતિ કંઈક અલગ જ છે .શહેરની મધ્યમાં આવેલું આ તળાવ શહેરની શોભા સમાન છે તેમ કહેવું કદાચ ખોટું નથી તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા નિયમિત રીતે આ તળાવની જાળવણી કરવામાં આવતી નથી .છેલ્લા કેટલાય દિવસોથી રામસાગર તળાવ કીનારે ગંદકી ખદબદી રહી છે.તળાવ પણ સફાઈની પોકાર કરી રહ્યું છે.તળાવ માં રહેલા જળચર જીવોને જોખમ ઉભું થવાની શકયતા રહેલી છે.
રામસાગર તળાવ કીનારે પાલિકા ની કચેરી આવેલી હોવા છતાં પાલિકામાં બિરાજમાન થયેલા શાસકોને તળાવમાં રહેલી ગંદકી જોવાતી નથી એટલી હદે ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં સફાઈ અંગેની કોઈ તસ્દી સુધ્ધા લેવામાં આવતી નથી.
રામસાગર તળાવમાં રહેલી ગંદકી પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે દૂર કર તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે .ખાસ કરી તળાવમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા તળાવની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ આ તળાવ ગંદકી ખદબદી રહ્યું છે .તળાવમાં અસહ્ય રહેલી ગંદકીના કારણે આસપાસ માં રહેતા સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઇ ગયા છે .પાલિકા તંત્ર વહેલી તકે તળાવમાં રહેલી ગંદકી દૂર કરાવે તે જરૃરી બન્યું છે
થોડાક સમય અગાઉ પાલિકા ધ્વારા ટેન્ડરિંગ પ્રકીયા કર્યા વિના રામસાગર તળાવમાં થી જળકુંભી કાઢવામાં આવી હતી પરંતુ તળાવમાં રહેલી જળકુંભી ની યોગ્ય સફાઈ ન થતા ફરી તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.