રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ માંગરોળ નગર પાલીકા કચરો ઠાલવવા માટે માંગરોળના મકતુપુર ગામે કલેકટર દ્વારા જગ્યા ફાળવવામાં આવી હોવાનું નગર પાલીકાએ જણાવી મકતુપુર ગામે કચરો ઠાલવવા જગ્યા સાફ કરવા જતા ગામલોકોએ વિવાદ સર્જયો હતો અને જગ્યા સાફ કરવા આવેલ નગરપાલીકાના ચીફ ઓફીસર પાસેથી મુદત માંગવામાં આવી હતી અને ચીફ ઓફીસર દવારા બે દિવસની મુદત અપાઇ હતી ત્યારે આજે માંગરોળના મકતુપુર ગામના લોકોએ મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપી આ ગામે કચરો નહી ઠાલવવા જણાવ્યું હતું અને જો અહી કચરો નાખવામાં આવશે તો મકતુપુર ગામના લોકો અને મકતુપુર ગ્રામ પંચાયત ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે
- ભગીરથસિંહ ચુડાસમા ઉપસરપંચ મકતુપુર ગ્રામ પંચાયત
હાલ તો ગામ લોકોએ આવેદન પાઠવીને અહી આ ગામે કચરો ન ઠાલવવાની માંગ કરાઇ છે. અને જો આમ થાય તો ગામલોકો દ્વારા ઉગ્ર આંદોલન છેડાશે તેવા એંધાણ મળી રહયા છે.