રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા પીપાવાવ રિલાયન્સ નેવલ ડિફેન્સ કંપની ના 200 કામદારો ને વગર નોટિસે છુટા કરતા હોબાળો.આ કામદારો નો 5 માસ નો પગાર પણ બાકી હોવાનું જાણવા મળ્યું. આ બાબતે 25 જેટલા કામદારો એ છુટા કરવા બાબતે રાજુલાના ધારાસભ્ય તેમજ ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર આપ્યું. અમરેલી જિલ્લા મજદૂર સંઘ .બી.એમ.એસ ના નેજા હેઠળ આ આવેદન અપાયું. અમરેલી જિલ્લા કલેકટર તેમજ કંપની ના ડાયરેકટર તેમજ શ્રમજીવી અધિકારીશ્રી અમરેલી ને પણ આવેદન મોકલાયા. એક તરફ લોકડાઉન ને પાંચ મહિના નો પગાર બાકી ને વગર નોટિસે ચડતા પગાર આપ્યા વગર લેબર અધિકારી ને જાણ કર્યા વગર છુટા કર્યા તે સાના આધારે ને કેવી રીતે ?? તે મજદૂરો માટે મોટો પ્રશ્ન. જો આ બાબતે કંપની તરફ થી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમરેલી જિલ્લા મજદૂર સંઘ છેલ્લે સુધી મજદૂરો હક્ક માટે લડશે.