રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
પ્રાથમિક શાળા પાનતલાવડી તા.ગરૂડેશ્વર જિ.નર્મદા ખાતે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ નો આજ રોજ ૮મી જૂન થી શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ લોકડાઉન હોવીથી વિદ્યાર્થીઓ માટે ૧૫મી ઓગષ્ટ સુુધી શાળામાં આવવાનું ન હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં બોલાવ્યા ન હતા. શિક્ષકો દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં પાનતલાવડી ગૃપની દસ શાળાઓમાં ધો.૧ માં ૫૭ વિદ્યાર્થીઓ અને ધો.૨ થી ૮ માં ૮૭ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું હતું, જેની ઓનલાઈન ડેટા એન્ટ્રી એસએસએ ગુજરાત પોર્ટલ પર કરીને દરેક વિદ્યાર્થીઓના યુનિક આઈડી નંબર પણ જનરેટ કરવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને જીસીઈઆરટી દ્રારા નિર્મીત શૈક્ષણિક મટેરીયલ્સ પણ વિદ્યાર્થીઓેને શાળામાં બોલાવ્યા વગર તેમના સુધી પહોંચાડાયા હતા, જેથી વિદ્યાર્થીઓ ઘરે રહીને પણ વર્ચ્યુઅલ ક્લાસથી ઓનલાઈન માઈક્રોસોફ્ટ ટર્મ એપ અને ડીડી ગિરનારના બાયસેગ દૂરવર્તી શિક્ષણથી વિક્ષેપ વિના અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે. આ કામગીરી તા.પ્રા.શિ. અને બીઆરસી ગરૂડેશ્વરના નૈતૃત્વમાં ગૃપની તમામ શાળાના શિક્ષકોના સહકારથી સફળતાપૂર્વક થયેલ છે.