રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો સહિત નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવાએ દર્શન કર્યા, સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે માતાના દર્શન કરીને તમામ લોકોએ ધન્યતા અનુભવી.
કોરોના મહામારી માં 76 દિવસ લૉકડાઉન માં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. સરકારે અનલોક ૧ માં આજથી મૉલ, હૉટલો અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. જેમાં નર્મદા જિલ્લાના રાજપીપલામાં સુપ્રસિદ્ધ ૪૦૦ વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર પણ ૭૬ દિવસ બાદ ખોલવામાં આવ્યું છે
મંદિરમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને સરકારના દરેક નિયમનું પાલન કરવામાં આવ્યું હતું. માતાજીની સવારની આરતી પણ સમયસર ચાલુ કરવામાં આવી હતી.આ મંદિર સવારે ૭ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે અને પ્રસાદ કે અન્ય ચઢાવો મંદિરમાં લાવવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.આજે સવારની આરતીમાં ભક્તો માતાના દર્શનમાં ઉમટી પડ્યાં હતાં અને તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે મંદિરમાં માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
સાથો સાથ નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવાએ પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.અને જણાવ્યું હતું કે મેં જ્યારે પણ રાજપીપલા આવું તો અવશ્ય માતાજીના દર્શન કરું છું હાલ કોરોના મહામારી ના કારણે જ્યારે ટ્રસ્ટ તરફથી નિયમો લાગુ કરાયા છે તો ભક્તોએ પણ એની કાળજી રાખવી જોઈએ.