રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
જુનાગઢ જિલ્લા સહકારી બેંક ની યોજાયેલી ચૂંટણીમાં કેશોદ બેઠક માટે ભાજપનાં પુંજાભાઈ બોદર અને કોંગ્રેસનાં બાબુભાઈ વેગડ ઉમેદવારી નોંધાવી હતી. જુનાગઢ જિલ્લા સહકારી બેંક ની કેશોદ બેઠકમાં કુલ ૪૯ મતદારો એ મતદાન કર્યું હતું જેમાં મતગણતરી હાથ ધરવામાં આવતાં પુંજાભાઈ બોદર ને ૨૭ મત અને બાબુભાઈ વેગડ ને ૨૨ મત મળતાં પુંજાભાઈ બોદર વિજેતા જાહેર કરાયા હતા. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદે સેવા આપી રહ્યા છે અને કેશોદ તાલુકામાં સહકારી ક્ષેત્રમાં જબ્બર લોકચાહના ધરાવતાં પુંજાભાઈ બોદર ને જુનાગઢ જિલ્લા સહકારી બેંક માં ડાયરેક્ટર તરીકે વિજેતા થયા બાદ ટેકેદારો અને શુભેચ્છકો માં ખુશી વ્યાપી ગઈ હતી. કેશોદના સહકારી આગેવાનો દેશાભાઈ હેરભા, પરબતભાઇ પીઠીયા, કેશોદ મોબાઈલ એસોસિએશન પ્રમુખ રાજુભાઈ બોદર સહિતના આગેવાનોએ હારતોરા કરીને અભિનંદન આપ્યા હતાં.