રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
જંબુસર નગર પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર ચાલતી માટી ખોદકામની લીઝ રદ કરવા માટે જંબુસર નગરપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરી ભરૂચ કલેકટર શ્રીને પત્ર લખેલ છે.
જંબુસરના રે.સ.નં. ૧૮૨૪/અ વાળી જમીન જંબુસર નગરપાલિકાને ઘનકચરાના નિકાલ સારું ફાળવવામાં આવી છે અગાઉ જંબુસર નગરપાલિકાના સરક્યુલર ઠરાવ ૧૧/૫/૨૦૧૬ તારીખથી આ જમીનમાં માટી ખોદવા માટે પરવાનગી ભરૂચના ઇન્દ્રવદન ગીરીશભાઇ રાણાને આપી હતી જે અનુસાર આ જગ્યામાંથી માટી ખોદકામ ચાલુ છે. હાલ આ જગ્યાએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ છે તથા જંબુસર નગરપાલિકા દ્વારા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટની કામગીરી પણ થઇ રહી છે. જેથી ઇન્દ્રવદન ગિરીશભાઇ રાણાને આપેલ માટી ખોદાણની પરવાનગી રદ કરવા જંબુસર નગરપાલિકાએ તા.૧૬/૫/૨૦૨૦ ના પત્રથી ભરૂચ જિલ્લા કલેકટર શ્રી વિનંતી કરેલ છે તા.૭/૨/૨૦૨૦ની જનરલ બોર્ડમાં આ બાબતે ઠરાવ નંબર ૩૪ પણ પસાર કરવામાં આવેલ છે જંબુસર નગરપાલિકાના પ્રમુખ ના પતિ દેવ અને રાજકીય અગ્રણી પ્રવીણભાઇ દુબેને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર કરવામાં આવતું ખોદકામ ખૂબ જ જોખમી છે અને તાત્કાલિક બંધ થવું જોઈએ આ ખોદકામથી ઘનકચરાના નિકાલની કામગીરી ભવિષ્યમાં મુશ્કેલ બની જશે અને જંબુસર નગરપાલિકાએ અન્ય જમીન વેચાણ લેવી પડશે માટે રે.સ.નં. ૧૮૨૪/અ માં ચાલતી લીઝ રદ કરી માટી ખોદકામ તાત્કાલિક અસરથી બંધ કરવું ખૂબ જ જરૂરી છે.