રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
અત્યારે સમસ્ત દેશના કોરોના મહામારીનું નો કેહર ચાલી રહ્યું છે એને રોકવા માટે દાહોદ જિલ્લા કલેકટર શ્રી વિજય ખરાડી દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે ગતરોજ કલેકટર શ્રી વિજય ખરાડી દ્વારા જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો હતો. કે રવિવારે એક દિવસ રજા રાખવાની છે. જેનાથી ગ્રામપંચાયતો અને નગરપાલિકાઓમાં રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરી શકાય એને ધ્યાનમાં રાખીને આજરોજ પિપલોદ ગામમાં કલેકટરશ્રી ના જાહેરનામાનો સારી રીતે પાલન કરવામાં આવ્યું સમસ્ત બજાર આજે બંધ રાખવામાં આવ્યો હતું. તથા પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા પિપલોદ ના વિવિધ વિસ્તારોમાં ને મેન બજાર માં બંધ દુકાનોની બહાર સેનિટાઇઝેશનની ની કામગીરી હાથ ધરાઈ જેનાથી આ કોરોના મારી ને રોકી શકાય.