રાજકોટ તાલુકાના રોણકી ગામમાં કરોડો રૂપિયાની જમીનનું બોગસ કુલમુખત્યારનામું બનાવી બાદમાં બોગસ દસ્તાવેજ કરાવી લેનાર બે શખ્સોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરપકડ કરવામાં આવી છે. ફરિયાદીની કિંમતી જમીન રોણકી ગામના સર્વે ન. 47 પૈકીની હે.આર.એ.ચો.મી. 252-64ની પચાવી પાડવા વાંધામાં નાખવા કાવતરૂ રચ્યું હતું. છ આરોપી પૈકી જયરાજસિંહ મહિપતસિંહ રાણા અને પ્રદ્યુમનસિંહ નવલસિંહ જાડેજાની ધરપકડ કરાઇ છે.
કાવતરૂ રચી જમીન પડાવવા માગતા હતા
જ્યારે પ્રફૂલ રામજી, ગીરીરાજસિંહ મજબૂતસિંહ, હીરા પમા અને રામજી ગોવિંદની ધરપકડ કરવાની બાકી છે. આ છ આરોપીએ ફરિયાદીની કરોડો રૂપિયાની કિંમતી જમીનનો બોગસ કુલમુખત્યારનામાના આધારે બોગસ દસ્તાવેજ બનાવી નાંખ્યો હતો. આ અંગે ફરિયાદીએ ગુનો નોંધઆવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.