રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ફરી તીડના જૂથનું આક્રમણ થયું છે. જેમાં હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા, ચાડધ્રા, જુના ઘાટીલા સહિતના ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું હતું. ગઈકાલે મોડી સાંજે તીડ ફરી દેખાવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે. હાલમાં ટીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે ધનાળા ગામે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
હળવદ પંથકમાં થોડા સમય અગાઉ પણ તીડનું આક્રમણ થયું હતું અને ખેડૂતોના ઉભા પાકમાં તીડ ફરી વળ્યાં હતા. ત્યારે ફરી આ તીડે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખી છે. આ તીડથી ઉભા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. તેથી, ખેડૂતો આ તીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે તિડના આક્રમણને લઇ તંત્ર પણ સાબદુ બની ગયું છે અને જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતનાઓ હળવદ દોડી આવ્યા છે. હળવદ ના જુદા જુદા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.