રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી
સરકારી જમીન હડપ કરવા સુવ્યવસ્થિત કાવતરામાં જંગલનો વિનાશ
દાંતા નજીક વશી માર્ગ ઉપર દીવડી અને ખેરોજ ગામની સીમ અને જાહેર માર્ગને અડીને આવેલી સરકારી પડતર જમીન હડપ કરવાનો કિસ્સો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે, જયાં વૃક્ષોની પાછળ રખાવેલ સરકારી મહામૂલી જમીન જે સી બી દ્વારા સમતળ કર્યા બાદ હવે જંગલના વૃક્ષઓમાં પણ આગ ચાંપી દેવામાં આવી છે અને જંગલ નાબૂદ કરવાની પ્રવૃત્તિને લઈ પ્રજામાં ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે એટલું જ નહીં કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવા પામી છે.
દાંતા તાલુકામાં સરકારી જમીન ઉપર કોઈજ જાતનું રખોપુંજ નથી. વહીવટી તંત્રના અધિકારીઓને સરકારી જમીનના રક્ષણ અંગે કરવામાં આવતી લાપરવાહી અને આંખ મીચામણા ને કારણે સરકારી મહામૂલી જમીનો આજે ભૂમાફિયાના અજગરી ભરડામા આવી જવા પામી છે, એટલું જ નહી કેટલાક ભ્રષ્ટ સરકારી કર્મચારીઓની મિલી ભગત ને કારણે કેટલીક મહામુલી જમીનો આજે પણ દબાણ મુક્ત થઈ શકી નથી તો કેટલીક સરકારી જમીનો તો કાયદાનો સગવડીયો ઉપયોગ કરી અને સરકારી જમીન હડપ કરવાની મોસ ઓપરેન્ડી દાંતા તાલુકામાં મોટા ભાગની સરકારી મહામુળી જમીન ઉપર આક્રમણ થઈ રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જયાં સરકાર જમીન ઉપર પ્રથમ ઉકરડા, ત્યાર પછી સમયાંતરે વાડા બંધ અને ત્યાર બાદ તબેલા ઉભા કરી આ જમીનો ખેતરમાં તબઈલ થઈ રહી છે. જોકે આ તમામ ગતિવિધિમાં સ્થાનિક ગ્રામ પંચાયતન અને ઉચ્ચ કક્ષાના અધિકારી મિલીભગત હોય તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. સરકારી દફતર નિયમ બંધ થઈ ગયા હોય તેમ જી. સી .બી .જેવા તોતિંગ મશીનો દ્વારા ડુંગરનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. એક ચોંકાવનારી બાબત દાંતા નજીક વશી રસ્તા પર લોકડાઉનની પરિસ્થિતિમાં આ સરકારી માર્ગને અડીને આવેલ સરકારી જમીનનું કોઈ રણી ધણી ન હોય તેમ રાતોરાત આગ ચાંપી દેવામાં આવી છે. વશી ગ્રામ પંચાયતના સેજામાં આવેલા , દીવડી ઉભેલ ઘટાટોપ વૃક્ષઓને પણ આગ ચાંપી દેવામાં આવી છે ખેરોજ અને દિવળી ગામની સીમ અને પ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરને અડીને આવેલા ડુંગર અને સરકારી જમીનનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે . જોકે આ માર્ગ ઉપરથી આવેલ સર્વે ન .૩૭ જયાં મોટા ભાગે ડુંગર અને આગળના ભાગે ઘટાદાર લીલા વૃક્ષો થી હર્યું ભર્યું હતું . છેલ્લા અવર જવર કરતા હોવા છતાં પણ કેટલાય સમય થી કોઈ અજાણ્યા તત્વો દ્વારા આ સરકારી મહામૂળી ને આગ ચાંપી દેવામાં આવી રહી છે તેમ છતાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આંખો બંધ કરી રહ્યા છે તેને લઈને પ્રજામાં જમીન હડપ કરવા માટે સૌ પ્રથમ વૃક્ષઓની આડ લઈને અનેક શંકા કુશંકાઓ પ્રવર્તવા પામી છે. દાંતાની મહામૂલી પ્રજાપયોગી જમીનનું દબાણ પણ યથાવત દાંતા તાલુકા મથકે એક તરફ સરકાર ઈમારતો ઉભી કરવા તંત્ર પાસે છતી જમીને ખોટ વર્તાઈ રહી છે તેની પાછળ વહીવટી અધિકારીઓની જ બેદરકાર કે પછી મીલીભગત હોવાના આક્ષેપો પ્રજામાં ઉડ્યા છે કારણ કે તાલુકા મથક દાંત માં સાર્વજનિક ઉઘયોગમાં આવે તેવી હાઈવે ટચ સરકારી સર્વે ન. ૨૧ પૈકી ની વિશાળ જમીન આજે પણ વહીવટી તંત્ર દબાણદાર ની ચુંગાલ માંથી મુકત કરાવી શકાયું નથી આ અંગે મુખ્ય મંત્રી , સહીત વડા પ્રધાન અને તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ સંબંધિત અધિકારીઓ અને મંત્રીઓ સુધી , રજૂઆત કરવામાં આવી હતી એટલું જ નહીં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ ઘણા ગામના આગેવાનો દ્વારા પ્રજા હિતમાં કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું.