રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદના બગીચામાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા શહેરીજનોની માંગણી
ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં સુવિધાઓનો અભાવ
કેશોદના આંબાવાડી વિસ્તારમાં નગરપાલિપાલકા સંચાલિત જાહેર બગીચામાં સુવિધાઓના અભાવે શહેરીજનો નગરપાલિપાલકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યાછે વર્ષોથી બગીચામાં અનેક અસુવિધાઓ બાબતે નગરપાલિપાલકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.
બગીચામાં બાળકોને રમવા માટે રમત ગમતના પુરતાં સાધનો નથી જે છે તે તુટેલી હાલતમાં છે જીમના સાધનોછે પણ તે રૂમમાં કાયમી માટે તાળું મારેલું હોયછે પીવાનાં પાણીની વ્યવસ્થા છે પણ પાણી પીવા માટે ગ્લાસની સુવિધા નથી અને ગંદકી કિચડ જોવાં મળે છે સ્કેટીંગ રીંગ બનાવવામાં આવી છે જેમાં પણ તીરાડો પડી ગયેલ છે.
રમતગમતના સાધનો મોટાભાગના તુટેલી હાલતમાં છે જેથી બાળકોમા નિરાશા જોવા મળે છે ત્યારે અસુવિધા યુક્ત બગીચામાં બાળકો માટે રમત ગમતના સાધનો જે તુટેલી હાલતમાં છે તેનું રીપેરીંગ કરવામાં આવે રમત ગમતના સાધનોનો વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
નગરપાલિકા સંચાલિત બગીચામાં માટે અનેક ગ્રાન્ટ સરકારમાંથી આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સદ્ ઉપયોગ થતો નથી તેને કારણે હાલ શહેરના મદયમાં આવેલ બગીચાની આવી સ્થિતિ સર્જાઇ છે લોખંડની બિન ઉપયોગી લારીઓ ખુલ્લા પડી હોય યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ જાહેર બગીચાની નગરપાલિકા દ્વારા સુવિધાઓ વધારવામા આવે તેવી લોક માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે નગર પાલિકા સંચાલિત જાહેર બગીચાની દિવાલ અગાઉ પણ એક બે વખત ધરાશયી થઈ હતી જે તાજેતરમાં પણ દિવાલ ધરાશાયી થઈ હતી સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી પણ અવારનવાર ધરાશયી થતિ દિવાલથી કોઈ દુુર્ઘટના બને લોકોનો જીવ જોખમાય તે પહેલા પાકી દિવાલ બનાવવામાં આવેે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.