આતંકવાદી સંગઠન દ્વારા અલકાયદાની વેબસાઇટ પર વીડિયો અપલોડ કરીને ભારતમાં લોન વુલ્ફ એટેકની ધમકી આપવામાં આવતા રાજ્યભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે .વડોદરા શહેર-જિલ્લામાં આવેલી કંપનીઓ ,ઉદ્યોગો અને જાહેર સાહસો તથા સરકારી વિભાગોમાં સુરક્ષા વધારી પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.
પોલીસનું સઘન પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું
અલ-કાયદાના ઇન્ડિયન સબ કોંટિનેંટલ દ્વારા તેની વેબસાઈટ પર ચેનલ માં લોન વોલ્ટેજ કરવાનો વિડીયો અપલોડ કરાયો છે.આ મામલે આઈબીનો ઇનપુટ મળતાં રાજ્યની પોલીસ ને એલર્ટ કરી દેવાઇ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અલકાયદાની ધમકીના પગલે વડોદરા શહેર-જિલ્લામાં આવેલી તમામ ઔદ્યોગિક કંપનીઓ અને સરકારી કચેરીઓ સહિતના સ્થળોએ સુરક્ષા વધારી દેવાઇ છે અને પોલીસનું સઘન પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું છે.
પોલીસ તંત્રને જાણ કરવા માટેની તાકીદ પણ કરવામાં આવી
વડોદરા શહેર-જિલ્લામાં આવેલા જાહેર સાહસ ના ઉદ્યોગો પાણી પુરવઠા વિભાગ , વીજળી વિભાગ ના સાબ સ્ટેશનો , ઓ એન જી સી સહિત સરકારના તમામ વિભાગોને તકેદારી રાખવા જણાવી દેવાયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસની ટીમો પણ આ સ્થળોએ સઘન પેટ્રોલિંગ કરી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિઓ નું ચેકીંગ કરી રહી છે.કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ જણાય તો તુરંત જ પોલીસ તંત્રને જાણ કરવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે. પાલિકા પાણીના તમામ સ્ત્રોત પર સઘન પેટ્રોલિંગ કરશે઼.