રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
એક બાજુ નદીનાળા પર રાજકીય પાવરથી બાંધકામો, અને નીચે ગંદકીના ઢગલા
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના હજુ ઘણા વહેણ નીં સફાઇ નહિ થતાં લોકોમા ભય નીં લાગણી જોવામળી રહી છે એક બાજુ બે દિવસ પહેલા અઢી ઇંચ વરસાદમાં જ કેશોદ નગરપાલિકા સંચાલિત બગીચા ની દીવાલ ધરાશાયી થઇ હતી અને શાસ્ત્રીનગર વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા ત્યારે અતિ ભારે વરસાદ થાય તો અનેક વિસ્તાર ના ઘરો ડૂબવાની ભીતિ સેવાહી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ચોમાસા ના આગમન પૂર્વે સચિવો કલેકટરૉ ડી ડી ઓ પોલીસ વડાઓનીં બેઠક કરી ગ્રામપંચાયત થી માંડીને મહાનગર પાલિકા સુધીના વહિવટ તંત્ર ને પોતાના વિસ્તાર માં ચોમાસું એક્શન પ્લાન બનાવી આગમચેતીના પગલાંરૂપે તમામ કાર્યવાહી પૂરી કરવાની હોય છે ત્યારે કેશોદ નગરપાલિકા તંત્ર આજ સુધી ઘોર નિંદ્રા માં હોય તેમ લાગી રહ્યું છે કેશોદ પાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ના વહેણ ના માર્ગો નીં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી તો ભયજનક મકાનો દીવાલો વ્રુક્ષો હોલ્ડિંગો ઊંચા છાપરા કેં નીચાણવાળા વિસ્તાર માં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે કોઈ જ કાર્યવાહી થઈ નથી આ બાબતે પાલિકા તંત્ર માં તપાસ કરતા જાણવા મળ્યુ કેં કાગળ પર એક્શન પ્લાન દર વર્ષનીં જેમ બનાવીને મૂક્યો છે બાકી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી કેટલી જગ્યાએ નદી નાળા અન્ડર ગ્રાઉન ગટરો ગંદકી એંઠવાડ કચરાથી પૂરેપૂરી ભરાઈ ગઈ છે જેની સામે લોકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ત્યારે જાણ હોવા છતા બરાબર સફાઇ થતી નથી જેના કારને માથું ફાડી નાખે તેવી દ્રૂગધ મારે છે ને વરસાદ ના સામન્ય જાપટા થી આ ગંદુ પાણી ગટર માથી રોડ રસ્તા પર પથરાય છે પાલિકા વિસ્તાર માં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાય જાય તેવી પૂરી શક્યતા છે.
કેશોદ વિસ્તાર ના વરસાદી પાણીના વહેણ ના મુખ્યમાર્ગ નીં સફાઇ થઈ નથી તેમજ વિકાસ કામોના નામે પાલિકાએ આડેધડ બાંધકામ કર્યા છે જે આ વિસ્તાર માટે ખતરારૂપ સાબિત થસે રૉડ ના ગરનાળાનીં આગળ બાવળના જુડ માટીના ઢગલા નદી નાળાઓ ઉપર ગેરકાયદેસર બાંધકામો હટાવવા પ્રયત્ન કરશે કેં કેમ ? ત્યારે જે બાંધકામો થયા છે તેમને નોટિસ આપીશું તેવી વાતો વહેતી થઈ છે પણ ક્યારે કાર્યવાહી થાસે ? વાવાજોડું અને વરસાદી પૂર નું તાંડવ આજે લોકોને ધ્રુજાવે છે ત્યારે પાલિકાની આ રેઢિયાળ નીતિ સામે ચૂંટાયેલા કોર્પોરેટરો કેમ ચુપ છે
ત્યારે કેશોદ તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ થાય તો કેશોદ પાલિકા વિસ્તાર ના આજુબાજુના કેટલાક વિસ્તારમાં પાણી ફેરવાય તેવી શક્યતા છે લોકો ના માલસામાનને મોટુ નુકશાન થાય તેવી પૂરી શક્યતા જોવા મળતી હોવા છતા કેશોદ પાલિકાની ઘોર નિંદ્રા ઉડતી નથી ત્યારે પાલિકા તંત્ર જાગૃત થશે ખરા તેવી લોક માંગ છે.