કોરોના, તાવ અને શરદીના લક્ષણોમાં શું તફાવત ?

Corona Health

હળવી શરદી કે સામાન્ય તાવ આવતા જ આજકાલ લોકો ડરી રહ્યા છે. લોકોને એવો ડર સતાવે છે કે ક્યાંક તેમને કોરોના તો નથી થયો ને? આવા લક્ષણો દેખાતા જ લોકો ડોક્ટર પાસે દોડી રહ્યા છે. હકીકતમાં મોટાભાગની વાયરલ કે સિઝનલ બીમારીની શરૂઆત ખાસી, શરદી અને ગળમાં બળતરા કે ગળું છોલાવાથી થાય છે. આ તમામ લક્ષણો તાવ, શરદી કે પછી કોરોનાના પણ હોઈ શકે છે.

કોરોના વાયરસના લક્ષણો

– જો તમને તાવ આવી રહ્યો હોય. સાથે જ સુકી ખાસી હોય. 

– શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય. 

– શરીરના સ્નાયુઓમાં દુ:ખાવો થઈ રહ્યો હોય. 

– તમને સતત થાક લાગતો હોય. તમને ગળફા આવવા લાગે. 

– ગળફામાંથી લોહી આવવા લાગે. સતત માથાનો દુ:ખાવો અનુભવાતો હોય. 

– સાથે જ પેટ ખરાબ હોય અને ડાયરિયા રહેતા હોય.
 

આ કોરોના વાયરસના સંકેત નથી

નાક ટપકી રહ્યું હોય. ગળું ભારે અથવા છોલાતું હોવાનું લાગવું. નાક ટપકવું અને ગળું છોલાવાનો શું મતલબ. જો તમારું નાક ટપકી રહ્યું છે અને ગળામાં ખરોંચ હોય તો તેનો મતલબ એવો છે કે તમને કોરોના નહીં પરંતુ તાવ કે પછી સામાન્ય શરદીની સમસ્યા છે. આ બંનેમાં શ્વાસની પ્રક્રિયાનો ઉપરનો ભાગ પ્રભાવિત થાય છે.

કોરોનામાં શું થાય છે?

કોરોના વાયરસ આપણી શ્વાસ પ્રાણીલીનો નીચલો હિસ્સો એટલે કે ફેંફસાને અસર કરે છે. જેમાં સુકી ખાસી આવવા લાગે છે. શ્વાસ લેવામાં વધારે સમસ્યા થવા લાગે છે. આનાથી તમને ન્યૂમોનિયા અને કોરોના થઈ શકે છે.

કેવી રીતે ફેલાય છે?

– કોરોના વાયરસ મોટાભાગે છીંક અથવા ખાસી દરમિયાન મોઢામાંથી નીકળતા સૂક્ષ્મ બિંદુઓથી ફેલાય છે. જે કોઈ સપાટી, સ્કિન કે ચામડી પર અલગ અલગ સમય સુધી રહે છે.

– જ્યારે કોરોના વાયરસ કોઈ મેટલ પર પડે છે તો તે ૧૨ કલાક જીવતો રહી શકે છે. આથી હાથને વારે વારે સાબુથી ધોવાની સલાહ આપવામાં આવે છે.

– કોઈ કપડાં પર તે નવ કલાક સુધી સક્રિય રહી શકે છે. આથી દરરોજ ધોયેલા કપડાં પહેરો અને પછી સૂરજની ગરમી જરૂર લો.

– હાથ પર તે સામાન્ય રીતે ૧૦ મિનિટ સુધી રહે છે. આ માટે પોતાની પાસે આલ્કોહોલ સેનિટાઇઝર રાખો અને ગરમ પાણી પણ પીવો. જો તમે ગરમ પાણી પી રહ્યા છો અને સૂરજની ગરમીમાં રહો છો તો તમે સુરક્ષિત છો. ઠંડી વસ્તુઓ અને આઇસ્ક્રિમના સેવનથી દૂર રહેવું જોઈએ.

પરીક્ષણ કેવી રીતે થાય છે

 આનો ટેસ્ટ ખૂબ સરળ છે. જેનાથી સરળતાથી માલુમ પડી શકે છે કે તમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં. જિલ્લા હોસ્પિટલોમાં તમને આના ટેસ્ટની જાણકારી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *