રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગીરગઢડા તાલુકાના રસુલપરા ગામે રહેતા દિનેશભાઈ ભવાનભાઈ મકવાણા ઉ.વ.૨૮ ટ્રેકટર લઈને ખેતરે ચારો લેવા ગયેલ હતા ત્યારે તેના કાકા કેશુભાઈ ભગુભાઈ મકવાણા તેનો દિકરો કિશન કેશુ મકવાણાને કહેલ કે જ્યાં સુધી સરખા જમીનના ભાગ ન પડે ત્યાં સુધી વાવેતર કરવુ નહી તેથી કાકા અને તેનો દિકરો ઉશ્કેરાઈ જઈ ગાળો આપી લાકડી વતી માર મારતા માથામાં ઈજા થતા ઈજાગ્રસ્તને દવાખાને સારવાર માટે દાખલ કરેલ છે. ગીરગઢડા પોલીમસાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.