રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન સામે ૨૦ વર્ષ પહેલા નગરપાલીકાના વહીવટદાર મામલતદારે રોડની બન્ને બાજુ વૃક્ષો વાવેલ હતા ઉનાળામાં લોકોને વટે માર્ગુને છાયડો આપતુ હતુ તે કોઈને નડતુ ન હોવા છતા છ દિવસ પહેલા સ્થાનીક સંસ્થા દ્વારા વૃક્ષની ડાળીઓ, પાંદડાઓ કાપી નાખતા બુઠુ થઈ ગયુ હતુ. આ વૃક્ષ ઘણા લોકોને આર્શિવાદ સમાન હતુ. આ વિસ્તારમાં ઘણા ઝાડવાઓ જેમના તેમ છે તેથી કોઈએ ઈરાદા પૂર્વક નડતુ ન હોવા છતા કાપી નાખતા વૃક્ષપ્રેમીઓમાં દુઃખ જોવા મળી રહયુ છે.