રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાનાં દેલવાડા ગામે ગત તા.૫/૧૦/૨૦૧૮ ના ગુપ્ત પ્રયાગ જતા રોડ આવેલ મકાનમાં રહેતા પ્રવીણભાઈ સામતભાઈ મજીઠીયા ભાઈઓ સાથે મકાનમાં રહેતા હતા. રાત્રીનાં ઘર નજીક ઝઘડો થયો હોવાનો અવાજ સંભળાતા તેમના ભાઈનો દિકરો જીજ્ઞેશ વશરામભાઈ ત્થા જયાબેન ઉર્ફે જીજ્ઞા રૂમમાંથી બહાર આવી જોતા દેલવાડાનો સુનીલ કરશન ભાલીયા, કાનજી મેઘજી મકવાણા, સંજય અશોક ડાભી, રમેશ ભીખા રાઠોડ, ઉમેશ બાબુ ચૌહાણ, અશોક ઉર્ફે અશ્વીન ભીખા વાળંદ મોટર કારમાં આવી જીજ્ઞેશ ત્થા યશને ગાળો આપતા હતા બનાવના કારણમાં જીજ્ઞેશના બહેન અંજનાની એક વર્ષ પહેલા આરોપી સુનીલ કરશન ભાલીયાએ મશ્કરી કરેલ હતી ત્યારે જીજ્ઞેશે ઠપકો આપી બે ઝાપટ મારેલ હતી તે મનદુઃખ રાખી મારી નાખવાના ઈરાદે ૬ આરોપી ગે.કા.મંડળી રચી લોખંડનો પાઈપ કાનજી મેઘજીએ ત્થા અન્ય લોકોએ લાકડાના ધોકાવતી માર મારતા જીજ્ઞેશને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હતી. પ્રવીણભાઈ સામતભાઈ તેનાભાઈ રાજુભાઈ સામત ત્થા નયનાબેન ત્થા યશને વચ્ચે પડતા ધોકો વાગતા ઈજા થઈ હતી. રાડારાડી કરતા લોકો ભંગા થઈ જતા આરોપી કાર મુકીને નાસી ગયા હતા. જીજ્ઞેશને ગંભીર ઈજા થઈ હોય ઉના દવાખાને લાવતા ફરજ ઉપરના ડોકટરે મૃત જાહેર કરતા ઉના પોલીસમાં પ્રવિણભાઈ મજીઠીયાએ ફરીયાદ નોંધાવતા પોલીસે ૬ આરોપી સામે આઈપીસી કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩ મુજબ ગુનો નોંધેલ હતો.
ઉનાનાં દેલવાડા ગામે ૨૦ મહિના પહેલા યુવતિની છેડતી કરનાર આરોપીને ઠપકો આપનાર યુવાનને ૬ લોકોએ લાકડાના ધોકા, લોખંડના પાઈપ વતી, હુમલો કરી એકનુ મોત નિપજાવ્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદની સજા ત્થા રૂા.૧૦ હજાર દંડ ત્થા અન્ય ૪ આરોપીઓને અદાલતે નિદરેષ છોડી મુકેલ.