રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સૂકા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં જેવા કે માણકુવા બખર માં આશરે ૪૪ જેટલી વિધવા બહેનોને આર્ટ ઓફ લિવિંગ રાજપીપલા તથા કેવડીયાકોલોની સેવાભાવી ટીમ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજુભાઈ તડવી તથા સૂકા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તથા દિનેશભાઈ બાલુ ભાઈ તડવી સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અનાજ કીટ વિતરણની કામગીરીથી વિધવા બહેનો તેમજ ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી હતી સેવાભાવી કાર્યો નું એક ઉત્તમ ઉદાહરણ સૂકા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એ પૂરું પાડ્યું છે.