રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
મામુલી પવન ફૂંકાતા કલાકો લાઈટો બંધ થતાં પ્રિમોન્સૂન કામગીરી ની પોલ ખુલ્લી પડી હતી
રાજપીપળા : હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રીના અચાનક વાતવરણમાં પલટો આવ્યો જેમાં બે દિવસ થી દેડિયાપાડા, સાગબારા તાલુકામાં પડી રહેલા વરસાદ બાદ ગતરાત્રે રાજપીપળામાં પણ મેઘરાજાની પધરામણી થતા કેટલાય મહિનાઓથી ગરમીમાં શેકાઈ રહેલા લોકો એ રાહત મેળવી હતી.
છેલ્લા બે મહિનાથી આકરી ગરમીના કારણે લોકો કંટાળી ચુક્યા હતા. વિસ્તારમાં લો વોલ્ટેજની ગંભીર સમસ્યા ના કારણે ગરમીમાં પંખા સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો પણ ધીમા ચાલતા હોય રાત્રે લોકો પૂરી ઊંઘ પણ મેળવી શકતા ન હતા ત્યાં અચાનક મેઘરાજાની એન્ટ્રી થતા થોડીક રાહત થઈ હતી. જોકે મામુલી પવનમાં પણ કલાકો વીજળી બંધ થતાં વીજ કંપની ની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ હતી. જ્યારે ઠેર ઠેર વૃક્ષોના ડાળખા પડવાના બનાવો પણ જોવા મળ્યા હતા.