રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
વધતી ગરમીના પારાને લીધે અકળાયેલા હળવદ વિસ્તારના લોકો એ ગઈકાલે મોડી સાંજે ભારે પવન, ગાજવીજને વીજળીના ચમકારા સાથે શરૂ થયેલ વરસાદને લીધે ઠંડક પ્રસરતા રાહતનો દમ લીધો હતો, તો બીજી બાજુ ખેડુતોના તલ, ગવાર સહીતના ઉનાળુ પાકોને આ વરસાદને લીધે વ્યાપક નુકશાન થયાનુ જણાવ્યુ હતુ.
રણકાંઠાનો વિસ્તાર હોય રણમા મીઠાના નુકશાન અંગે પુછતા તેઓ એ જણાવેલ કે મોટા ભાગનુ મીઠુ રણમાથી ખેચાઈ ગયેલ મીઠામા આંશીક નુકશાન હોય શકે.
હળવદ વિસ્તારના ખેડુતોમા આ વાવાઝોડા સાથેનો વરસાદ ચિંતા જનક અને નુકશાન કારક સાબીત થનારો નિવડેલ છે. ઉભા પાક અને તેને નુકસાન કરનાર ગાજવીજ સાથે વરસતા વરસાદે બદલતા આકાશી કલરોની માફક ખેડુતોના ચેહરાના નૂર બદલી નાખ્યા છે.