રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ ના મકતુપુર ગામે ઘન કચરા નિકાલ માટે જગ્યા સફાઈ કરવા ગયેલ નગરપાલિકાના વાહનો ફરી પરત મોકલાયા ગ્રામજનોએ કર્યો વિરોધ નગરપાલિકાને કચરો ક્યાં નાખવો તે પણ એક પ્રશ્ન છે.
માંગરોળ નગરપાલીકા દ્વારા પ્રથમ માંગરોળની લુહાર સોસાયટી સામે કચરો ઠાલવવામાં આવતો હતો ત્યારે માંગરોળના લુહાર સોસાયટીના લોકોએ કોર્ટમાં અરજી કરી કચરો ઠાલવવા સામે વિરોધ નોધાવાયો હતો અને લુહાર સોસાયટી બાદ માંગરોળ બંદર ઉપર કચરો ઠાલવવા જગ્યા ફાળવાઇ હતી પરંતુ બંદરનો માછીમારી સમાજ દવારા કચરો ઠાલવવા બાબતે વિવાદ સર્જાયો હતો અને ત્યાંથીપણ આગળ માંગરોળના કરમદિ ચિંગરીયા ગામની જમીન ફરીવાર ફાળવાઇ હતી પરંતું ત્યાં કરમદિ ચિંગરીયા તેમજ ગોરેજ સીલોદર ગામના લોકોએ વિરોધ કરતાં ત્યાં પણ કચરો ઠાલવવાનું બંધ રાખવા ફરજ પડી હતી અને ફરીવાર આજે માંગરોળના મકતુપુર ગામે સરકારી જમીન ઉપર ઘન કચરો ઠાલવવા ની જગ્યા સાફ કરવા જતાં મકતુપુર ગામના લોકોએ હોબાળો મચાવી વિરોધ કરીયો હતો ત્યારે ચીફ ઓફીસર દવારા ગામલોકોને સમજાવવાની કરી બે દિવસ નો સમય આપ્યો હતો.