રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ માટે અત્યાર સુધીમાં ૪૨૬૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાંથી ૪૨ પોઝિટિવ કેસ આવ્યા છે. જો કે, ૩૨ દર્દીઓ સાજા પણ થઇ ગયા છે અને હવે હાલની સ્થિતિએ ૧૦ એક્ટિવ કેસ છે. ૩૯૮૫ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને હાલે ૨૩૮ સેમ્પલના પરિણામોની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ ૩૧૭૩ વ્યક્તિને હોમ તથા ૩૮ વ્યક્તિને સરકારી ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.