રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી અનોખું પ્રેરણાદાયી કાર્ય
ભરુચ જિલ્લાના પાલેજ ખાતે આજે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદીન ચિશ્તી અને તેમના સુપુત્ર – અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા તેઓના હિન્દુ, મુસ્લિમ દરેક કોમના અનુયાયીઓને કોરોના મહામારીના કારણે સોશિયલ મીડિયાના માધ્યમથી વૃક્ષારોપણનો સંદેશ આપી સૌને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી અનુયાયીઓને પોતાના ઘરે એક વૃક્ષ વાવવા જણાવેલ હતું. દર વર્ષે આ દિવસે વિવિધ કાર્યક્રમાે થાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઇ કાર્યક્રમો રદ કરી સાદગીપુર્ણ માહોલમાં વૃક્ષો વાવી પર્યાવરણને સહભાગી થવા સંદેશો આપવામાં આવ્યો હતો.
પોતાના રહેઠાણ પાલેજ મુકામે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના સુપત્ર ડો. મતાઉદ્દીન ચિશ્તીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા આશયથી શાળા તથા કોલજની હિંદુ- મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તથા યુવા વિદ્યાર્થીઓને આજના દિવસે વિવિધ છોડવાઓની ભેટ આપવામાં આવી હતી તથા પરિસરમાં વૃક્ષા રોપણ કરાયું હતું, અત્રે નોંધનીય છે કે આ ગાદીપતિ અને તેમના સુપુત્ર દ્વારા એક લાખ લોકોને વ્યસન મુક્ત કરવાના સફળ અભિયાન બાદ ઘેર ઘેર વૃક્ષ વાવી વૃક્ષ વાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત તેમના વડિલ સંતોએ એક લાખ ગાયો પાળવાનું ભગીરથ અભિયાન પણ સંપુર્ણ કર્યું છે, જે તેઓ આગળ ધપાવી રહ્યા છે. દરેક વૃક્ષનું ખુબજ કાળજી પૂર્વક જતન પણ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. આ સાથે સ્વયંસ્વકો દ્વારા બાળકોને કારોના મહામારીથી સાવચેતી રાખવા વિશેષ માહિતી આપી લેકડાઉનના નિયમોનું પાલન કરવા પણ જણાવવામાં આવ્યું હતું.