રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આપણી સંસ્કૃતિ છે અંધકાર મહીં એક નાનકડો
દીપ બની અજવાળું પાથરવાની-જીજ્ઞા શેઠ
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવેલી કોરોનાવાઇરસ ની પ્રિવેન્ટીવ દવા શંખેશ્વર ગામે પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે કોરોના સહિતની બીમારીઓથી લોકોને બચાવી તેની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 15,000 (પંદર હજાર) વિનામૂલ્યે હોમીયોપેથીક દવા વિતરણ કરાઈ. કોરોના મહામારી વચ્ચે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉમદા હેતુસર શંખેશ્વર ગામમાં નવકારશી ભવન પાસે, જહાજ મંદિર સ્ટફા, જૈન કલાપૂર્ણ સોસાયટી, ઝાપડી માતાજી મંદિર પાસે, 108 ભક્તિ વિહાર સ્ટાફ, પાર્શ્વનાથ સોસાયટી વિવિધ જગ્યાએ દવાનું વિતરણ કરાયું હતું. જેમાં જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીર્વાદથી અને પૂ.મુનિ નયશેખર વિ.મ.સા અને પૂ.મુનિ શૌર્યશેખર વિ.મ.સા ના માર્ગદર્શન હેઠળ 15,000 (પંદર હજાર) હોમીયોપેથીક દવાનું વિતરણ કરાયુ. આ પ્રસંગે ડો નિલેશભાઈ નો સહિયોગ પ્રાપ્ત થયેલ અને શંખેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં પૂજય નયશેખર વિ.મ.સા અને પૂજય શૌર્યશેખર વિ.મ.સા ના માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા અનેકવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેલી હતી.જેમાં 35 દિવસ થી ભોજન કાર્ય કરવામાં આવેલ તથા 3,000 માસ્ક નું વિતરણ પણ કરવામાં આવેલ. આ પ્રસંગે ભરતભાઇ શેઠ, જીજ્ઞાબેન શેઠ, પાર્શ્વ,ડો નિલેશભાઈ, અલકેશભાઈ નિખિલ, તરુણભાઈ, જનકભાઈ, લાલોભાઈ, પ્રદીપ વગેરે ઉપસ્થિત રહેલ હતા.