રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
પાલિકા પ્રમુખ હિનાબેન રાવલ અંગત કારણોસર રજા પર ઉતરી જતા ચીફ ઓફિસર એ પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલને સોંપ્યો
હળવદ : ભાજપ શાસિત હળવદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે હિનાબેન રાવલ કાર્યભાળ સંભાળી રહ્યા હતા. જોકે પાલિકા પ્રમુખ હિનાબેન રાવલ પોતાના અંગત કારણોસર રજા પર ઉતરી જતા હાલ પાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે.
હળવદ નગરપાલિકામાં ચૂંટણી સમયે ભાજપનો વિજય થયો હતો. જેથી, હાલ પાલીકા ભાજપ શાસિત હોય. જેમાં પ્રમુખ તરીકે હિનાબેન રાવલ કાર્યભાળ સંભાળી રહ્યા હતા. જોકે પાલિકા પ્રમુખ હિનાબેન રાવલ પોતાના અંગત કારણોસર રજા પર ઊતરી જતા ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયા દ્વારા પાલિકા પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે.
પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા જયેશભાઇ પટેલ એ જણાવ્યું હતું કે મારી પ્રાથમિક ફરજ શહેરીજનોને લગતા પ્રશ્નો હલ કરવાની છે. વધુમાં, તેઓએ રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રમુખ તરીકે હીનાબેન રાવલનો કાર્યભાળ ઓગસ્ટ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. ત્યારે અગાઉથી જ પોતાના અંગત કારણોસર રજા પર ઉતરી ગયા છે. જેથી, હાલ પંદર દિવસ માટે પાલિકા પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે.