રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદે તોફાની ઈનિંગ શરૂ કરી છે. જેમાં હળવદમાં માત્ર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું નોંધાયું છે.
સરકારી આંકડા પ્રમાણે આજે રાત્રે 8 થી 9 દરમિયાન મોરબીમાં,વાંકાનેરમાં 3મિમી અને હળવદમાં 70મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ટંકારા અને માળિયા આ કલાક દરમિયાન નીલ રહ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સાથોસાથ ગાજવીજ અને ભારે પવન પણ રહ્યો છે. હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાના વાવડ મળી રહ્યા છે.
મોરબીના આમરણ સહિતના અનેક ગામોમાં પણ હાલ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હોવાની વિગતો મળી રહી છે. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ખરેડામાં પણ છેલ્લી અડધી કલાકથી વરસાદ ચાલુ છે. અને ત્યાં પણ લાઈટ ગુલ થઈ ગઈ છે. બેલામાં પણ ભારે વરસાદના અહેવાલ મળી રહ્યા છે.