રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા,અમરેલી
રાજુલામાં પ્રથમ વરસાદ થતાં જ રસ્તાઓમાં કાંકરી દેખાઈ હજુ 3 મહિના પહેલા બન્યો લોકડાઉન માં કોઈ ચાલ્યું નથી ત્યાં જ રસ્તો તૂટવા મંડતા ભારે રોષ ફેલાયો છે રાજુલા શહેરમાં ગઈકાલે પ્રથમ વરસાદ થતા રસ્તાઓમાં કાંકરી દેખાવા માંડતા લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે જવાબદારો સામે પગલાં ભરવા માંગણી ઉઠવા પામી છે
જાણવા મળતી વિગત રાજુલા શહેરમાં લોકડાઉન પહેલા ગર્લ્સ સ્કૂલ વાળો રસ્તો આર સી સી બન્યો હતો આ રસ્તો બન્યા બાદ ગઈકાલે પ્રથમ વરસાદ થતાં રસ્તા પરની કાંકરી બહાર આવી ગઈ હતી લાખો રૂપિયા ખર્ચે બનેલા રોડ પર પાણી ફરી વળ્યું હતું તે નોંધનીય બાબત છે કે રાજુલા ગર્લ સ્કૂલનો આ રસ્તો અતિ મહત્વનો રસ્તો હોય કાયમી ના હજારો લોકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે અતિ મહત્વનો આ રસ્તો તાજેતરમાં જ બનવા છતાં ભ્રષ્ટાચાર ના હિસાબે આ રસ્તો તૂટવાની અણી ઉપર આવતા અને રોડ પરની કાંકરીઓ કાયદેસર દેખાતા જવાબદારો સામે પગલાં ભરવા જરૂરી બન્યા છે ત્યારે આ વિસ્તારમાં હજુ પણ અસંખ્ય રોડનું કામ ચાલુ છે ત્યારે એવાને આવા કામ થશે તો પ્રજાના પૈસાનું પાણી થનાર હોય તેવું પ્રજામાં હાલ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ રસ્તો યોગ્ય કરવા અને જ્યાં સુધી આ રસ્તો યોગ્ય ન થાય ત્યાં સુધી જે તે કોન્ટ્રાક્ટર ના બિલ અટકાવવા માટે પ્રજાજનો માંગણી ઉઠવા પામી છે.