કાલોલની મહિલાઓ એ તેમના પતિના દીર્ગઆયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કર્યું.

Kalol Latest Madhya Gujarat

આજે જેઠ સુદ પૂનમ ના દિવસે માતા સાવિત્રી નું વ્રત વડ સાવિત્રી તરીકે ઓળખીએ છીએ આ વ્રત મહિલા માટે ખૂબ મહત્વ હોય છે અને માન્યતા એવી છે આ વ્રત પોતાના પતિ માટે રાખવાથી આવેલું સંકટ દૂર થાય અને તેમનું આયુષ્ય લાબું થાય છે અને આ વ્રત કરવાથી પોતાના જીવન માં મુશ્કેલી દૂર થાય છે સુહાગણ સ્ત્રી પોતાના જીવન માં સુખ અને શાંતિ તે માટે આ વ્રત કરે છે આ દિવસે વડ ની પૂજા કરે છે

આ દિવસે સતી સાવિત્રી અને સત્યવાન ની વાર્તા સાંભળવા નું મહત્વ છે અને આ વ્રત સાંભળવા થી મનમાંગ્યું ફળ મળે છે પૌરાણિક કથા અનુસાર માં સાવિત્રી મુત્યુ દેવતા યમરાજ પાસે થી પોતાના પતિ સત્યવાન નાં પ્રાણ પાછા લાવ્યા હતા એટલા મટે આ વ્રત કરવામાં આવે છે કાલોલની સુહાગન મહિલાઓએ આજે પૂજા કરી હતી.અને વિશ્વમાં કોરોના મહામારી નાં રોગ જતો રહે અને બધા નું રક્ષણ થાય તે માટે પ્રાથૅના કરી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *