પંચમહાલ: કોરોનાની મહામારી વચ્ચે તેમની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર અવિરત પણે ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓનું કલેક્ટર અમિત અરોરાના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

Corona Latest Madhya Gujarat

કોરોનાની મહામારી વચ્ચે તેમની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર અવિરત પણે ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના સહયોગથી “એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સંસ્થા” દ્વારા લોકડાઉન દરમિયાન નાગરિકોને જરૂરી તમામ સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરનારા આ કર્મચારીઓનું તેમની ફરજનિષ્ઠા બદલ બહુમાન કરવામાં આવ્યું હતું. કોરોના જેવી વિકટ પરિસ્તિથીમાં પ્રથમ હરોળમાં કાર્યરત રહેનાર આરોગ્ય વિભાગ અને પોલિસ વિભાગ ઉપરાંત સંક્રમણના જોખમ વચ્ચે ફરજ બજાવનારા તંત્રના અન્ય વિભાગોના યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે પ્રથમ લોક ડાઉન લાગુ કરાયાને 70 કરતા વધુ દિવસો થઈ ગયા છે ત્યારે નાગરિકોને લોક ડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ-માહિતી મળી રહે તેમજ તે માટેનું વ્યવસ્થાતંત્ર સુચારૂપણે ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે અથાકપણે ફરજ બજાવનારા આ કર્મચારીઓ-અધિકારીઓએ કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ કર્મવીરોના વ્યક્તિગત પ્રદાનની પ્રશંસા કરતા શ્રી અરોરાએ જણાવ્યું હતું કે તેમના ધગશ અને ઉત્સાહે આ લડત દરમિયાન સમગ્ર તંત્રને જીવંત અને ઉર્જાવાન બનાવી રાખ્યું છે. કોરોના સામેની લડાઈ હજી લાંબી ચાલે તેમ છે ત્યારે આ પ્રકારનો અભિગમ ટકાવી રાખવાને તેમણે સમયની માંગ ગણાવી હતી. એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સંસ્થાનાશ્રી આસિતભાઈ ભટ્ટે કોરોનાની આ કપરી ઘડીમાં નાગરિકોને સલામત રાખવા માટે સતત સક્રિય રહેલ તંત્રની કામગીરીને વખાણતા આ કોરોના યોધ્ધાઓ નાગરિકો અને કોરોના વાયરસની વચ્ચે ઢાલરૂપ બની રહ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે પરિમલભાઈ પાઠકે પોતાની જાતને જોખમમાં મૂકીને ફરજને પ્રાધાન્ય આપનારા આ કર્મવીરો સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બની રહ્યા છે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે કલેક્ટર કચેરી સાથે સંલગ્ન વિવિધ વિભાગો-કચેરીઓના 23થી વધુ કર્મચારીઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી એમ.એલ. નલવાયા સહિતના અધિકારીઓ, એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા સાથે સંકળાયેલ મહાનુભાવો તેમજ સન્માનિત થનારા કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *