રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ
પર્યાવરણની જાળવણી માટે વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૦ “ Time for Nature ” વિષય પર આજ રોજ આમોદ નગર પાલિકાના ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ દ્વારાવૃક્ષ રોપવાનું આયોજન કરવામાં આવેલુ. તથા લોકોને સંદેશ આપેલો કે જે પૃથ્વી અને માનવ વિકાસના જીવનને ટેકો આપવા માટે જરૂરી માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબતની ભૂમિકા પર કેન્દ્રિત છે.
નાગરિકોને ટેવોનાં કારણે પાણીજન્ય જીવો પર કેટલી નકારાત્મક અસર થાય છે તે બાબતની સમજણ આપી ખરાબ ટેવોને બદલવા અપીલ કરવામાં આવી હતી.જેથી પ્રકૃતિનું જતન થાય અને ઇકોસીસ્ટમ જળવાઈ રહે.